પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 23/03/2024
પલાશ વનનો પ્રવાસ
રક્ષા ભટ્ટ
પ્રવાસન

ફાગણ ફોરમતો આયોને થોડા દિવસ પસાર થયા છે. ધીમે ડગલે પાછી વળેલી ઠંડીએ મહા મહિનાના માવઠાને લીધે ફરી ચમકારો દેખાડ્યો છે અને તેમ છતાં આપણને સૌને એ પાકી ખાતરી છે કે ઠંડી ઘટવા અને કાળઝાળ ગરમીના જાલીમ દનૈયા ચડવા વચ્ચેના આ વાસંતી દિવસોની સવાર, સાંજ અને મોડી રાત સુધીનો ખુશનુમા માહોલ કેવો મીઠ્ઠો-મધુરો અને લોન્ગ ડ્રાઇવ કે લોન્ગ રાઇડથી તન-મનને બહેકાવે તેવો હોય છે.

સૂર્યોદય થાય તે પહેલાં જ શહેરના લીસ્સા રસ્તા પર સાઇક્લિંગનો આનંદ લેવો કે કોઈ અરબન ફોરેસ્ટ જેવા આપણા જ શહેરના ઉદ્યાનની પાન ખરેલી રંગીન કેડી પર ચાલવા જવું એ ફાગણની અંકુર ફૂટતી ક્ષણોને વધાવવા જેવું મંગલમય હોય છે. ઢળતી સાંજે આપણને ગમતા કાંઠે-કિનારે કે ટેકરી પર બેસી ફાગણની ભીની સુગંધને શ્વાસોશ્વાસમાં ભરવી કે શહે૨ આસપાસના તળાવડે તરતાં જળચર પંખીડાંઓની પાણી પર સરકતી રમતને સૂર્યાસ્તની ક્ષણો સુધી કૅમેરાની ઝોળીમાં ભરવી એ પણ ફાગણનો રિયલ ચાર્મ હોય છે.

સાંજ-સવારના આવા આઉટિંગ ઉપરાંત ફાગણમાં તો શક્કરખોરાના મીઠ્ઠા શોરબકોર આપણા આંગણાનાં ફૂલોને સ્પર્શે છે અને દૂર દેશથી આવેલા ઓલા યાયાવર કુંજડા પોતાની પાંખમાં પરદેશી પ્રેમ ભરીને પોત પોતાને દેશ જવા એક સાથે ઊડતાં પણ જોવા મળે છે.

ફાગણની આવી મઘમઘતી એન્ટ્રીનો રંગીન માહોલ તો આપણા ઘરની બારી કે બાલ્કનીથી આપણા કર્ણદ્વારે પહોંચે છે, પરંતુ કેસૂડાંનાં કેસરી ફૂલોનો વૈભવ જોવા તો વન વગડા તરફ વાસંતી દોટ મૂકવી જ પડે છે, કારણ કે કેસૂડાંનાં એકાદ-બે વૃક્ષનાં દર્શનથી આપણું હ્રદય સભર થતું નથી.

સરદારને સમર્પિત સ્મારક સ્થળ એવું સ્ટેચ્યુ ઑફ યુનિટી તો એક ગમતા પ્રવાસન સ્થળ તરીકે છેલ્લાં ઘણાં વર્ષોથી ઊભરી જ આવ્યું છે, પરંતુ વિશ્વની સૌથી ઊંચી એકતાની આ પ્રતિમા જ્યાં આવેલી છે તે એકતાનગર વેલીની અંદરની કેસૂડાં ટૂર તો ફાગણની ફોરમને ઝીલવાનું તાજું ડેસ્ટિનેશન છે.

ગુજરાતના નર્મદા જિલ્લાના સરદાર સરોવર રિસોર્ટની સામે રહેલા એકતાનગર રેલવે સ્ટેશનથી એસઓયુ સુધી પહોંચી તેની આસપાસની મસ્ટ ડુની યાદીની આ કેસૂડાં ટૂર આપણને પલાશ વનમાં પ્રવેશ આપે છે. એસઓયુના સાંનિધ્યમાં આવેલી શ્રેષ્ઠ ભારત ભવન નામની આરામદાયક હોટલના આંગણેથી બસ દ્વારા શરૂ થતી આ કેસૂડાં ટૂર પૂર્ણ થાય એટલે વન્સ અગેઇન શ્રેષ્ઠ ભારત ભવનના પોર્ચમાં બસ આપણને ડ્રોપ પણ કરી જાય છે.

This story is from the Abhiyaan Magazine 23/03/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 23/03/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દેવપ્રયાગઃ સંગમ ભાગીરથી અને અલકનંદાનો

time-read
5 mins  |
Abhiyaan Magazine 22/06/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

લોકસભાનાં પરિણામોની મહારાષ્ટ્રમાં સાઇડ ઇફેક્ટ

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/06/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રિયાસીમાં ત્રાસવાદી હુમલાના સમય-સંજોગનો સંકેત સમજો

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/06/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

બાળકને એવો પ્રેમ આપો જે તેને સુધારે

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/06/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024