પ્રાચીત ભારતમાં સંશોધનપદ્ધતિ
ABHIYAAN|November 18, 2023
આધુનિક વિજ્ઞાનોમાં પ્રયોગોનું આગવું સ્થાન છે. પ્રયોગ એટલે કુદરતમાં બનતી ઘટનાને પોતાના નિયંત્રણ હેઠળ કૃત્રિમ રીતે કરવી તે. ‘છાંદોગ્ય ઉપનિષદ્માં શ્વેતકેતુને એના પિતા ઉદ્દાલક અન્ન કેવી રીતે આપણી વિચાર કરવાની શક્તિને પ્રભાવિત કરે છે તે સમજાવવા માટે એને થોડા દિવસ ભૂખ્યા રહેવા જણાવે છે.
હેમન્ત દવે
પ્રાચીત ભારતમાં સંશોધનપદ્ધતિ

ભારતમાં અંગ્રેજી રાજ અને એના પરિણામે દાખલ થયેલા અંગ્રેજી શિક્ષણને કારણે એક એવી  વ્યાપક હવા બંધાઈ છે કે સંશોધનપદ્ધતિ આપણે ત્યાં પાશ્ચાત્ય વિજ્ઞાનને આભારી છે. કેટલાક પ્રતિસારી અભિગમથી એમ તો સ્વીકારે છે કે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન તો હતું, પણ વૈજ્ઞાનિક પદ્ધતિ નહોતી. અત્યારે આપણે વિજ્ઞાનનો જે અર્થ કરીએ છીએ તે સંસ્કૃતમાં નથી. આપણે ત્યાં વિજ્ઞાનની સંકુચિત વિભાવના અંગ્રેજીમાંથી આવી છે અને એનો પ્રાકૃતિક વિજ્ઞાનો એવો સીમિત અર્થ થાય છે: ‘ વિજ્ઞાન’ એટલે પ્રકૃતિવિજ્ઞાન, ૨સાયણવિજ્ઞાન અને એવાં વિજ્ઞાનો. એથી વિરુદ્ધ યુરોપમાં વિજ્ઞાનનો અર્થ પ્રમાણમાં વ્યાપક છે; ત્યાં જેને ‘વિજ્ઞાન’ કહે (જેમ કે જર્મનમાં ‘વિસનશાફ્ટ' કે ફ્રેન્ચ ‘સ્યોંસ') તેની સૌથી નજીકનો સંસ્કૃત શબ્દ ‘શાસ્ત્ર' છે. શાસ્ત્ર એટલે કોઈ પણ વિષયને લગતું વ્યવસ્થિત જ્ઞાન. આ વ્યવસ્થિત જ્ઞાન આડેધડ વિકસ્યું હોય એવું તો કોઈ નાદાન જ માને. એટલે આ જ્ઞાન મેળવવા માટેની સુવ્યવસ્થિત પદ્ધતિ પણ પ્રાચીન ભારતમાં હોવી તો જોઈએ. અંગ્રેજીમાં એ માટે ‘સાયન્ટિફિક મેથડ' એવો શબ્દપ્રયોગ છે.  એનો એક અર્થ એવો પણ નીકળે કે બીજાં શાસ્ત્રોની પદ્ધતિ ‘સાયન્ટિફિક’ હોતી નથી અથવા તો બીજાં શાસ્ત્રોએ પણ ‘ સાયન્સ'ની પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ. આવી ખોટી વિચારણા પ્રચલિત બનવાને કારણે અર્થશાસ્ત્રમાં અર્થમિતિના નામે પાર વિનાનું આંકડાશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યું અને ત્યાર બાદ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જેવાં શાસ્ત્રો પણ એ જ માર્ગે આગળ ચાલ્યાં. એટલે એમાં સામાજિક ઘટના-પ્રવૃ ત્તિ-પ્રક્રિયાનાં અર્થઘટન (=હર્મેન્યૂટિક્સ) અને સમજણ (=ફેરશ્યેઅન) ગૌણ બન્યાં. અહીં અલબત્ત એની આલોચનામાં ઊતરવાનો આશય નથી, પણ ‘ સાયન્ટિફિક મેથડ'ના આવા અવાર્થોને કારણે અહીં મેં ‘સંશોધનપદ્ધતિ’ શબ્દ પ્રયોજ્યો છે. વિજ્ઞાનને પણ સંશોધનપદ્ધતિ વિના ચાલવાનું નથી (એ વાત જુદી કે આ સંશોધનપદ્ધતિને જ તેઓ ‘સાયન્ટિફિક મેથડ' ગણાવે છે), એ ન્યાયે મારા મતે સંશોધન પદ્ધતિ એ સાયન્ટિફિક મેથડ કરતાં વધારે ચોક્કસ, વ્યાપક અને નિષ્પક્ષ પરિભાષા છે. સંસ્કૃતના અર્થમાં એને શાસ્ત્રીય પદ્ધતિ એમ કહીએ તો પણ ચાલે.

この記事は ABHIYAAN の November 18, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の November 18, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 分  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 分  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 分  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 分  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 分  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 分  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 分  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 分  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 分  |
Abhiyaan Magazine 15/06/2024