નવરાશનું સુખ ક્યાં ખોવાઈ રહ્યું છે?
ABHIYAAN|November 18, 2023
આ યુગમાં નવરાશ, નિરાંત કે ફુરસત દુર્લભ બની રહી છે ત્યારે તહેવારોના આ દિવસોમાં ચાલો એને ફરી શોધીએ! મનને શાંત કરીને ક્ષણોને મમળાવીએ, નાની નાની ક્ષણોને નવરાશમાં સ્મૃતિ તરીકે માનસ પર અંકાઈ જવા દઈએ. જીવન જીવવાનો આ પણ એક કીમિયો છે.
નવરાશનું સુખ ક્યાં ખોવાઈ રહ્યું છે?

મૌસમ ફિલ્મમાં ગુલઝારે લખેલું આ ગીત આજે પણ ઘણાને યાદ હશે દિલ ઢૂંઢતા હૈ સ્પર્શ હાર્દિક ફિર વહી ફુરસત કે રાતદિન, બૈઠે રહે તસવ્વુર-એ-જાનાઁ કિએ હુએ...

યા ગરમીયોં કી રાત જો પૂરવાઇયા ચલે,

 ઠંડી સફેદ ચાદરો પે જાગે દેર તક, તારોં કો દેખતે રહે છત પર પડે હુએ...

ઉનાળામાં અગાસી પર સૂતાં સૂતાં આકાશને તાકવાનું સુખ પામનારા લોકો અત્યારે લઘુમતીમાં જ આવતાં હશે!

શિયાળામાં કૂણા તડકામાં તપવાનું સુખ કે ચોમાસામાં વરસાદને નીરખ્યા કરવાનો આનંદ પણ હવે સદ્ભાગી લોકોને જ મળતો હશે. કશું જ ન કરીને શાંતિથી વિચારવાની ક્ષણો કે ક્યાંક ખુલ્લા સ્થળે બેસી વૃક્ષોને, પંખીઓને, આકાશને તાકવાની પળો, આવતાં-જતાં લોકોનું અવલોકન કરવાની ઘડીઓ, આપણા પરિસરમાં પ્રસરતા ઝીણા અવાજો પર કાન માંડવાની, બેધ્યાન થયા વિના પુસ્તક કે સામયિક વાંચવાની અને કે કંઈ નહીં તો પથારીમાં પડ્યા પડ્યા ઉપર ફરતાં પંખાને જોયા કરવાના ટાઇમપાસનો વૈભવ મોડર્ન મનેખ ધીમે-ધીમે ગુમાવતો જાય છે.

નવી પેઢી વર્તમાન સમયમાં ‘હસલ કલ્ચર'માં જીવી રહી છે અને નવરાશનું સુખ ક્યાંક ખોવાઈ રહ્યું છે. હસલ અર્થાત્ ધક્કામુક્કી, ઉતાવળ કે ધાંધલ કરવી. દરેક ક્ષેત્રના ટ્રેન્ડ પહેલાં કરતાં ઝડપથી પલટાઈ રહ્યા છે અને સૌના પર વિધવિધ સ્થળોથી અલગ-અલગ સ્વરૂપની માહિતીનું પ્રતાડન વધ્યું છે. આથી સ્પર્ધામાં આગળ રહેવા અને સફ્ળ થવાની ચિંતાએ આ હસલ કલ્ચરને જન્મ આપ્યો છે. એને બર્નઆઉટ (બળી જવું) કલ્ચર પણ કહે છે.  જીવનની શાંત, હળવાશ કે નવરાશ ભરેલી પળો જાણે સમયનો બગાડ હોય એમ, દરેક મિનિટ કે સેકન્ડને પ્રોડક્ટિવ બનાવવાનું જ્ઞાન આપતું હસલ કલ્ચર આ બધાંને અંતે એક સફળ અને સુખદ ભવિષ્યની ખાતરી આપવાનો દાવો છે. કિન્તુ હકીકત એ છે કે આ બધું કર્યા પછી પણ સફળતા કે સુખ ઘણાને નથી મળતાં અથવા જોઈએ એટલા પ્રમાણમાં નથી મળતાં.

Bu hikaye ABHIYAAN dergisinin November 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin November 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 dak  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024